ભારતના વડાપ્રધાનોની યાદી અને ભારતના વડાપ્રધાનો વિશે ટૂંકમાં પરિચય જવાહરલાલ નેહરુ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) લાલ બહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી


ભારતના વડાપ્રધાનોની યાદી ?

ક્રમવર્ષનામ
11947-1964જવાહરલાલ નેહરુ
21964-1964ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
31964-1966લાલ બહાદુર શાસ્ત્રી
41966-1966ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
51966-1977ઈન્દિરા ગાંધી
61977-1979મોરારજી દેસાઈ
71979-1980ચૌધરી ચારણ સિંહ
81980-1984ઈન્દિરા ગાંધી
91984-1989રાજીવ ગાંધી
101989-1990વિશ્વનાથ પ્રતાપ સિંઘ
111990-1991ચંદ્ર શેખર
121991-1996પામુલપાર્થી વેકંટ નરસિંહા રાવ
131996-1996અટલ બિહારી વાજપેયી
141996-1997એચ. ડી. દેવે ગોવડા
151997-1998ઇન્દ્ર કુમાર ગુજરાલ
161998-1999અટલ બિહારી વાજપેયી
171999-2004અટલ બિહારી વાજપેયી
182004-2014મનમોહન સિંહ
1926 મે 2014 થી….નરેન્દ્ર મોદી


ભારતના વડાપ્રધાનો વિશે ટૂંકમાં પરિચય
જવાહરલાલ નહેરુ ?

  • ભારતના પ્રથમ વડાપ્રધાન અને હોદ્દાની રૂએ આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ હતા.
  • સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા.
  • હોદ્દા પર અવસાન થયું હોય તેવા પ્રથમ વડાપ્રધાન હતા.
  • તેમના સમયગાળામાં ભારતમાં પંચાયતી રાજની શરૂઆત
  • વિશ્વના દેશો સમક્ષ સૌપ્રથમ બિનજોડાણવાદી નીતિ રજુ કરી હતી.
  • તેમના જન્મદિવસ ૧૪ નવેમ્બરને ‘બાલ દિન’ તરીકે મનાવવામાં આવે છે.
  • યમુના નદીના કિનારે ‘શાંતિવન’ તેમનું સમાધિસ્થળ છે.
  • તેમને ‘આરામ હરામ હૈ’ નું સૂત્ર આપ્યું હતું.


ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) ?

  • જવાહરલાલ નેહરુનું અવસાન થતા સૌપ્રથમ કાર્યકારી વડાપ્રધાન બન્યા.
  • ઈ.સ.૧૯૬૬માં લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થતા બીજી વખત કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. ‘ભારત રત્ન’ મેળવનાર સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન હતા.


લાલબહાદુર શાસ્ત્રી ?

  • મરણોપરાંત ‘ભારત રત્ન’ મેળવનાર પ્રથમ વડાપ્રધાન હતા.
  • લાલબહાદુર શાસ્ત્રીના સમયગાળા દરમિયાન ભારત અને એશિયા વચ્ચે ‘તાસ્કંદ કરાર’ થયા હતા.
  • લાલબહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ હૈદરાબાદમાં આવેલું છે.
  • લાલબહાદુર શાસ્ત્રી એરપોર્ટ વારાણસીમાં આવેલું છે.
  • તેમના કાર્યકાળ દરમિયાન એન.ડી.ડી.બી.ની સ્થાપના થઇ હતી.
  • તેમણે ‘જય જવાન, જય કિસાન’નો નારો આપ્યો હતો.
  • લાલબહાદુર શાસ્ત્રી આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટર મસૂરી (ઉતરાખંડ)માં આવેલું છે.
  • તેમનું સમાધિ સ્થળ ‘વિજયઘાટ’ તરીકે ઓળખાય છે જે દિલ્લીમાં આવેલું છે.


ઇન્દિરા ગાંધી ?

  • ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા.
  • તેમણે દેશમાં સૌપ્રથમ વખત કટોકટી લાદી હતી.
  • સૌપ્રથમ ‘ભારત રત્ન’ મેળવનાર સ્ત્રી વડાપ્રધાન હતા.
  • ભારતમાં પ્રથમ વખત હત્યા થઇ હોય તેવા વડાપ્રધાન હતા.
  • તેમણે ‘ભારત રત્ન’ પુરસ્કાર પર પ્રતિબંધ લગાવ્યો હતો.
  • તેમના શાસનકાળમાં બંધારણમાં સૌથી વધારે સુધારા કરવામાં આવ્યા હતા.
  • ઈ.સ.૧૯૭૧માં બાંગ્લાદેશની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
  • ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્લીમાં આવેલું છે.
  • ઈ.સ.૧૯૬૯માં ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘શિમલા કરાર’ થયા હતા.
  • ઈ.સ.૧૯૮૪માં પંજાબના સુવર્ણમંદિરમાં ઘુસેલા આતંકવાદીઓનો ખાત્મો કરવા ઓપરેશન બ્લ્યુ સ્ટાર’ચલાવ્યું હતું.
  • દિલ્લી ખાતે આવેલ ‘શક્તિ સ્થળ’ તેનું સમાધિ સ્થળ છે.


મોરારજી દેસાઈ ?

  • પોતાની હોદ્દાની મુદત પૂરી થતા પહેલા રાજીનામું આપ્યું હતું.
  • દેશના પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન હતા.
  • તેમનો જન્મ વલસાડ જિલ્લાના માડેલી ગામમાં થયો હતો.
  • મોરારજી દેસાઈના શાસનકાળમાં લોકસભાની મુદત ૬ વર્ષમાંથી ઘટાડીને ૫ વર્ષ કરવામાં આવી હતી.’અભય બનો, નીડર બનો’નું સૂત્ર આપ્યું હતું.
  • ‘નિશાન એ પાકિસ્તાન’ એવોર્ડ મળ્યો હતો.
  • ‘ભારત રત્ન’ પુરસ્કાર મળ્યો હતો.
  • અમદાવાદ ખાતે ‘અભયઘાટ’ તેમનું સમાધિ સ્થળ છે.


ચૌધરી ચરણસિંહ ?

  • ભારતમાં લઘુમતી સરકારના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.
  • ચૌધરી ચરણસિંહે સંસદનો એકપણ વખત સામનો કર્યો ન હતો.
  • ચૌધરી ચરણસિંહે લોકસભાનું સત્ર પૂરું થાય તે પહેલા રાજીનામું આપ્યું હતું.
  • ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લખનૌમાં આવેલું છે.
  • તેમના જન્મ દિવસ ૨૩ ડીસેમ્બરને ‘રાષ્ટ્રીય ખેડૂત દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.


રાજીવ ગાંધી ?

  • તેઓ સૌથી નાની ઉમરે વડાપ્રધાન બન્યા હતા.
  • તેમના સમયમાં મતદારની ઉંમર ૨૧ વર્ષમાંથી ઘટાડીને ૧૮ વર્ષની કરવામાં આવી હતી. પક્ષપલટા વિરોધી ધારો – ૧૯૮૫ તેમના સમયમાં ઘડાયો હતો.
  • ઈ.સ.૧૯૯૧માં ‘ભારત રત’ એનાયત થયો હતો.
  • ‘વીરભૂમિ’ તેમનું સમાધિસ્થળ છે.

વિશ્વનાથ પ્રતાપસિંહ ?

  • ભારતીય સંસદમાં સૌપ્રથમ વિશ્વાસનો મત ન મેળવી શકનાર વડાપ્રધાન હતા.

ચંદ્રશેખર ?

  • સમાજવાદી જનતા પાર્ટીના પ્રથમ વડાપ્રધાન હતા.

પી.વી.નરસિંહરાવ (પામુલપાર્થી વેકંટ નરસિંહા રાવ)?

  • ભારતીય અર્થતંત્ર સુધારાના પિતા તરીકે ઓળખાય છે.
  • ઈ.સ.૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંસ સમયે વડાપ્રધાન હતા.
  • તેમના સમયગાળામાં ઈ.સ.૧૯૯૨માં ઉદારીકર૪, ખાનગીકરણ અને વૈશ્વિકાની નીતિ લાગુ કરાઈ.

અટલ બિહારી વાજપેયી ?

  • તેઓ ‘કવિ હૃદયી’ નેતા હતા.
  • સૌથી ઓછા સમય ૧૩ દિવસ સુધી વડાપ્રધાનપદે રહી ચૂકયા હતા.
  • ફક્ત એક જ મતથી વિશ્વાસનો મત હારી ગયા હતા.
  • તેમણે જનસંઘનું નામ બદલીને ‘ભાજપ’ કરી નાખ્યું હતું.
  • ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણમાં અણુધડાકા કરાયા હતા.
  • ઈ.સ.૧૯૯૯માં પાકિસ્તાન સામેના કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન વિજય’ ચલાવી જીત મેળવી.
  • ૨૦૦૧માં સંસદ પર હુમલો અને ૨૦૦૨માં ગોધરાકાંડ વખતે તેઓ વડાપ્રધાન પદે હતા.
  • ૨૦૦૧માં ‘સર્વશિક્ષા અભિયાન’ની શરૂઆત કરી હતી.
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં ભાષણ કરનાર પ્રથમ વડાપ્રધાન હતા.

એચ. ડી. દેવે ગોવડા ?

  • કર્ણાટકના મુખ્યમંત્રી પદે રહી ચુક્યા હતા. ‘ધરતીપુત્ર’ તરીકે ઓળખાય છે.

ઇન્દ્ર કુમાર ગુજરાલ (આઈ.કે.ગુજરાલ ) ?

  • ૧૯૮૦માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી જનસંઘમાં જોડાયા હતા.
  • પાડોશી દેશો સાથે સારો વ્યવહાર કરવા ‘ડોક્ટાઇન થિયરી’ આપી હતી.

ડો.મનમોહનસિંહ ?

  • ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહી ચુક્યા છે.
  • આયોજન પંચના ઉપાધ્યક્ષ રહી ગયા છે .
  • પી.વી.નરસિંહરાવની સરકારમાં નાણામંત્રી રહી ચૂકયા છે.
  • રાજ્યસભામાં આસામથી ચૂંટાય છે. ઈ.સ.૨૦૦૫માં સેલ્સ ટેક્સના સ્થાને વેલ્યુ એડેટ ટેક્સ – VAT ની શરૂઆત કરી.
  • તેમના સમયગાળામાં જ આધાર કાર્ડ યોજના દાખલ થઇ હતી. વિશ્વમાં સૌથી મોટી યોજના ‘ખાદ્ય સુરક્ષા ધારો’ પસાર કર્યો હતો.
  • કોલસા કૌભાંડ, ટુ-જી, કોમનવેલ્થ તેમના સમયગાળામાં થયું હતું.

નરેન્દ્ર દામોદરદાસ મોદી ?

  • તેમનો જન્મ વડનગરમાં થયો હતો. ત્રીજા ગુજરાતી વડાપ્રધાન બન્યા હતા. તેમના શાસનકાળમાં બ્રિકસ બેક’ની સ્થાપનાની જાહેરાત થઇ હતી.
  • ૧ લાખ કરોડ રૂ.ના કાર્યક્રમ’ડીજીટલ ઇન્ડિયા’ને મંજૂરી આપી હતી.
  • ૩૦ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ ‘જન ધન યોજના’નો પ્રારંભ કર્યો


ભારતના વડાપ્રધાનોની યાદી અને ભારતના વડાપ્રધાનો વિશે ટૂંકમાં પરિચય નરેન્દ્ર દામોદરદાસ મોદી


Tags: જાણવા જેવુંનરેન્દ્ર દામોદરદાસ મોદીભારતના વડાપ્રધાનો વિશે ટૂંકમાં પરિચયભારતના વડાપ્રધાનોની યાદી